ભુજ તાલુકાનાં ગંઢેરા ગામના એક યુવકને પોલીસના કર્મચારીઓએ માર માર્યો.

ભુજ તાલુકાનાં ગંઢેરા ગામના એક યુવકને પોલીસ દ્વારા માર મરાયો ઇજાગ્રસ્ત અવ્સથામાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર ગઈ કાલે સાંજના ગાળામાં મારમારીનો આ બનાવ બન્યો હતો. ગંઢેરા ગામે રોડનું કામ ચાલતું હોવાથી તેવામાં પધ્ધર પોલીસની ગાડી આવતા તે ગાડીને આગળ જવાની ના પાડતા હારૂન નુરમામદ ધુસા નામના આ યુવકએ ના પાડતા પોલીસના સ્ટાફના કર્મચારીએ ઉશ્કેરાઈને ધકબુશટનો માર માર્યો હતો. સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પધ્ધર પોલીસે ઇજાગ્રસ્તની જાહેરાત ઉપરથી જાણવા જોગ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે  કે, આ વિસ્તારમાં પવન ચક્કીઓના રાત-દિવસની પોલીસ કડક પ્રેટ્રોલિંગ કરી રહી છે. અરજદારે પોલીસ શા માટે ટૂટી પડી તે પણ જાણવાનો વિષય બન્યો છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *