ટિંડલવામાં ગામમાં એક સીગીરાનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કરનાર શખ્સ હજુ પોલીસની પકડથી દુર

રાપર તાલુકાનાં મોટા ટિંડલવા ગામમાં રહેતી સીગીરા સાથે બળજબરી કરવાની કોશિસ કરનાર શખ્સ બીજા દિવસે પણ પોલીસના હાથમાં ન આવ્યો. પોલીસની માહિતી અનુસાર ગઈ કાલે સવારના આઠ વાગ્યાના અરસામાં મોટા ટિંડલવા ગામમાં રહેતી ૧૯ વર્ષીય આ સીગીરા તેની ભાભી સાથે વાડીમાં ખેતમજુરી કરવા જતી હતી. તે દરમ્યાન ટિંડલવા ગામમાં જ રહેતો પ્રવિણ બાઉ ડોડીયા નામનો આ શખ્સ સીગીરા તથા તેની ભાભીની એકલતાનો લાભ લઈ તેમની ઉપર બળાત્કાર ગુજાર્વા માટેનો પ્રયત્ન કર્યો હતો. તે શખ્સે સીગીરાનો હાથ જાલી તેને જમીન ઉપર પાડીને તેની ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી ત્યાંથી તે શખ્સ નાસી છુટયો રાપર પોલીસે તે શખ્સ સામે ગુન્હો દાખલ કરાયો છે. તે શખ્સને ઝડપી પાડવા.પીએસઆઈ વી.વી. ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *