મહાશિવરાત્રીના પર્વ નિમિતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કચ્છભરમા હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠયો હતો. ત્યારે જિલ્લા મથક ભુજ ખાતે પણ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત શાઓભાયાત્રાએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. ભુજના પારેશ્વર ચોકમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પાસેથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. વિધાનસભાના પ્રોટેમ સ્પીકર અને ભુજના ધારાસભ્ય એવા ડો. નીમાબેન આચાર્ય, કચ્છના યુવા સાંસદ વિનોદભાઇ ચાવડા,નગરપતિ અશોકભાઇ હાથી, ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો,ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા,સમસ્ત હિન્દુ સનાતન સમાજ મહાશિવરાત્રી સમિતિના પરાક્રમસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના નાદથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ભુજના હમીરસર કાંઠે,ઓલ્ફેડ હાઈસ્કૂલ સર્કલ, સ્વામિનારાયણ મંદિર,મોટા બંધ, જ્યુબેલી સર્કલ, સંતોષી માતાના મંદિર, વીડી સ્કૂલ વાણિયાવાડ સર્કલ, બસ સ્ટેનશન ઓલ્ફ્રેડ સ્કૂલ થઈને બપોરે શોભાયાત્રા ધિંગેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં સમસ્ત હિન્દુ સનાતન સમાજના લોકો સ્વયંભૂત ઉમટ્યા હતા.વિવિધ મંડળો,સંસ્થાઓ અને યુવાનોના ગ્રૂપોએ શોભાયાત્રામાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.શોભાયાત્રામાં શિવતાંડવ સહિતના ભગવાન ભોળાનાથના ગીતો અને ભજનોથી રાસ-ગરબાની રમઝટ જોવા મળી હતી. સંગ્રહ શોભાયાત્રાનો રૂટ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠયો હતો. શોભાયાત્રાની ઝલક નિહાળવા પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા.ટાઉનહોલ પાસે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર,સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા શોભાયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરીને આવકાર આપ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર પરીભ્રમણ કરવા નીકળેલા ખુદ દેવાધીદેવ મહાદેવ અને તેમના હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવીકોએ અદ્દભુત નજારો ખડો કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.