મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભુજ શહેરના ધિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી તેમજ ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું.
કચ્છ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ભુજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે હમીરસર કાંઠે ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસે રથયાત્રા અને રવાડીના માર્ગે એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો.આ સ્ટોલ પરથી લોકોને મફતકાનૂની સલાહ,મધ્યસ્થીકરણ,બાળકો,મહિલાઓ અને મજૂરી માટેના કાયદાઓની સમજ આપતી પુસ્તિકાઓ અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું લગભગ 6 હજાર જેટલા લોકોને આ સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું. અને આ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સાથે માનવજયોત સંસ્થાના પ્રબોદભાઈ મુનવરે જણાવ્યુ હતું.કે લોકોને દરેક પ્રકારની જાગૃતિ હોવી જરૂરી છે . સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ છે. મફત કાનૂની સેવાની પણ લોકો ને હોવી જોઈએ જે કચ્છ જિલ્લા કાનૂની સેવા સતા મંડળે પૂરી પાડી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.