ચોટીલાના રામપરા ગામના પાટીયા નજીક શરાબ પકડાયો

ચોટીલાના રામપરા ગામના પાટિયા નજીક ગાડી માંથી શરાબ પકડી લઇને તપાસ કરી છે.સ.ત. ભરતસિંહ જાલુભા પરમાર (અના.પો.હેડ કોન્સ. બ.નં.773 નોકરી નાની મોલડી પો.સ્ટે. તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.20/09ના બપોરે 01.15 ચોબારી ગામે રામપરા ગામ ના પાટીયા પાસે ઉમેદભાઇ દડુભાઇ પટગીર ના મકાન પાસે આરોપી મારૂતી રીટજ કાર નં.MH-01-CJ-0778 ના ચાલકે મારૂતી રીટજ કાર માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની (1) મેકડોવેલ્સ નં.1 રિઝર્વવ્હિસ્કી ની બોટલો નંગ-155 કિં.રૂા.58,125/- (2)ઇપીસોડ ગોલ્ડવ્હિસ્કી ની બોટલો નંગ-24 કીં.રૂા.7,200/- (3) કોપનહેગન ટ્રડ એફ માર્ક ટુબર્ગ પ્રિમીયમ બીયર ટીન નંગ-24 કીં.રૂા.2,400/- (4) મારૂતી રીટજ કાર રજી નંબર MH-01-CJ-0778 ની કિં.રૂા.2,00,000/- (5) મોબાઇલ ફોન નંગ-1 કિં.રૂા. 10,000/- (6)પાકીટમાં રહેલ રોકડા રૂપીયા 200/- તથા ઉદયભાઇ રમેશભાઇ વાળા ના નામ નુ આધારકાર્ડ, પાનકાર્ડ તથા ડ્રાઇવીંગ લાયસન્સ તથા હાર્દિકભાઇ અરશીભાઇ વાળાના નામની આર.સી. બુક કિં.રૂા.00/- મળી કુલ કીં.રૂા.2,77,925/- નો મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન નાશી જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી કે.ડી જાડેજા નાની મોલડી પો.સ્ટે. નાઓ કરે છે.