ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલ અને માનસિક રીતે અસ્વસ્થ બિહારના ખગરીયા ગામની મહિલાને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યુ.
બિહાર રાજ્યના ખગરીયા ગામના રહેવાસી રંજનાદેવી જે તા.18/12/17 ના રોજ ગુમ થયેલા હતા.અને રંજનાદેવી ને માનસિક બીમારી હતી જે આ મહિલા ને ભુજની મહિલા પોલીસ સ્ટેશન મારફતે સખી વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ મહિલા માનસિક હોવાથી તેમને સખી વન સ્ટોપ સેન્ટર મારફતે માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ મધ્યે સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. અને માનસિક આરોગ્યના સ્ટાફ દ્વારા આ મહિલાનું સરનામું મેળવી બિહારના ખગરીયા જિલ્લાના પોલીસનો સંપર્ક કર્યા બાદ તેમના પતિ અને ગામના એક સામાજિક અગ્રણી રંજનાદેવીને લેવા માટે આવેલ હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.