વારાહી તેમજ ભચાઉ પોલીસના શરાબના કેસના નાસી છૂટેલા આરોપી પકડાયા

(ભુજ) પડોશી જિલ્લા પાટણના વારાહી પોલીસ સ્ટેશનના અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના ભચાઉ મથકના દારૂના કેસમાં નાસતા-ફરતા ૨ શખ્સ ઝડપી પડાયા હતા. પોલીસ દ્વારા આપેલી વિગતો અનુસાર વારાહીના કેસમાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા જમડા (થરાદ)ના ગગજી મનજી રાજપૂતને ઢીમા ગામેથી સરહદ રેન્જ કચેરીના આર.આર. સેલએ ઝડપી પાડયો હતો. જ્યારે ભચાઉના કેસમાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા મોટી ચીરઇ ભચાઉના માંડણ મેઘાભાઇ બઢિયાને પણ આર.આર. સેલની ટુકડીએ ભચાઉમાં નગરપાલિકા કચેરી સામેથી ઝડપી પાડયો હતો.