કુકમા ગામમાં વીજ કરંટ લાગતાં 8 વર્ષની પુત્રીનો મોત


ભુજ તાલુકાના કુકમા ગામની રહેવાસી 8 વર્ષની પુત્રીના હાથ પર પાણીની મોટરમાં લાગેલો વાયર પડતાં કરંટની અસર તળે હોસ્પિટલમા લઈ જવાઈ હતી. જ્યાં તબીબે મૃત સાબિત કરતાં પોલીસે કાર્યવાહી ચલાવી છે. મળતી માહિતી અનુસાર કુકમા ગામે તળાવ પાછળ રહેતી 8 વર્ષની નસરીન સુલેમાન બાફણ નામની પુત્રી સોમવારે સાંજે પોતાના ઘરમાં હતી ત્યારે ઘરની અંદર પાણીની મોટરમાં વાયર પીન લાગેલી હતી. ત્યારે અચાનક તેની બાજુમાંથી કુતરો પાર થતાં વાયર નીકળી ગયો હતો અને નસરીનના હાથ પર પડતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પુત્રીને મૃત જાહેર કરતાં પધ્ધર પોલીસે હતભાગી પુત્રીના પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં કાર્યવાહી કરી પધ્ધર પોલીસ સ્ટેશનના આઈએસઆઈ પ્રવિણ ભાઈ ટી. વાણીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.