કેરાની સીમમાં IPL પર સટ્ટો રમાડતા ભુજના 2 જણ ઝડપાયા

ભુજ : IPLની મેચ ચાલુ થયાની સાથે સાથે સટ્ટાડિયાઓ પણ ગેલમાં આવી ગયા છે. અનેક જગ્યાઓ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાના ખબર વચ્ચે પશ્ચિમ્‌ કચ્છ ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માનકૂવા પોલીસ સ્ટેશનના કેરા ગામની સીમમાંથી મેચ પર સટ્ટો રમાડતા ભુજના બે સટ્ટોડિયાને રંગે હાથ પકડી  લેવાયા છે. તેઓ પાસેથી ર.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કેરાથી ગજોડ જતા માર્ગ પર કેરાની સીમમાં ઈસમ વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાની વાડીમાં સટ્ટો રમાતો હતો. LCB એ મૂળ મુંદરાના મોટી તુંબડીના અને હાલે નવી રાવલવાડીમાં રહેતા વિરેન્દ્રસિંહ જાડેજા અને નવી રાવલવાડીમાં જ રહેતા વિશાલ પ્રદીપભાઈ સોનીને પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી રોકડ રૂપિયા ૮,૩રપ, પ૦ હજાર પ૦૦ના પ મોબાઈલ, ર૦ હજારની ટીવી, સેટઅપ બોક્સ, હિસાબની નોટબુક તેમજ ર લાખની હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્‌વેન્ટી કાર નંબર જી.જે. ૧ર ડીએ ૮૧૧૪ મળી કુલ રૂપિયા ર.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમો અનુસાર  માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. નોંધનીય છે કે ગઈકાલે કિંગસ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે મેચ રમાઈ હતી.