આદિપુરના તોલાણી સર્કલ પાસેથી બુલેટ ચોરાયું

image_1601268479

આદિપુરના તોલાણી કોલેજ પાસે આવેલા સર્કલ પાસે નોકરિયાતે પાર્ક કરેલું રૂ.૮૦ હજારની કિમંતનું બુલેટ ચોરી થયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.મેઘપર કુંભારડી રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા કરણસિંહ દોલતસિંહ ધલે તા.૧૯૯ ના રોજ આદિપુરના તોલાણી કોલેજ પાસેના સર્કલ પર પોતાનું રૂ.૮૦,૦૦૦ ની કિમંતનું બુલેટ લોક કરી પાર્ક કયુ હતું અને સ્ટાફ બસમાં તે નોકરીએ ગયો હતો. નોકરી પૂર્ણ કરી રાત્રે પરત આવ્યો ત્યારે તેણે પાર્ક કરેલું બુલેટ ન દેખાતાં આસપાસ શોધ્યું હતું અને ત્યારબાદ જાતે શોધવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ આજ સુધી ન મળતાં આ બાબતે તેમણે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.