ભુજમાં પ્રેમ સબંધી શંકા રાખી યુવાન ઉપર હુમલો

ભુજના મુસ્લીમ ચોકડી રેલ્વે પાટા પાસે પ્રેમ સબંધની શંકા રાખીને યુવક પર બે શખ્સોએ કમર પટ્ટા અને છરીના ઘા મારી ઇજા પહોંચાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભુજ ફતેમામદના હજીરા પાસે રહેતા સાજીદ ઇકબાલ મણીયાર (ઉ.વ.૨૦)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે ચીલો નામનો શખ્સ બાકીના રૂપિયા આપવાનું કહી મુલીમ ચોકડી રેલ્વે પાટા પાછળ લઇ ગયો હતો યાં સુમેર ઘાંચીએ તુ અક્ષાને ફોન કેમ કરે છે તેમ કહીને બન્ને જણાઓએ કમરના પટ્ટાથી તેમજ છરીથી છાતીના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.