સુખપર ગામે પોલીસ ટિમ તપાસ માટે પોહચી તેમજ ગામવાસીઓની માંગ છેકે આરોપીની સખત તપાસ થાય અને આરોપી ઝડપાય ત્યાર બાદ મૃત દેહ હોસ્પિટલ માથી બાહર લાવશે

ભુજ તાલુકાના સુખપર ગામે 35 વર્ષની વયની વિજયાબેન પ્રવીણ ભુડિયા નામની યુવાન પરિણીતા તેના ઘરના શયનખંડમાંથી ગળાના ભાગે અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હાલતમાં મૃત મળી આવતાં આ પ્રકરણે ઘેરો ભેદ સર્જર્યો છે.

માનકૂવા પોલીસે હાલતુરત અકસ્માત મોતની પ્રાથમિક નોંધ કરીને બનાવના તાણાવાણા ઉકેલવા માટેનો વ્યાયામ હાથ ધર્યો છે. જ્યારે આજે સવારે dysp તેમજ sp સહિત નો પોલીસ ટિમ સુખપર ગામે તપાસ માટે પોહચી હતી.જે અંતર્ગત પરિવારના સભ્યોની પૂછતાછ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે

સાથો સાથ સુખપર ગામ વાશીઓ ની માંગ છે કે આરોપીની પકડવા સખત તપાસ થાય અને આરોપી ઝડપાય ત્યાર બાદ મૃત દેહ હોસ્પિટલ માથી બાહર લાવશે.વિનોદ દેવજી ભુવા,મનજી વિશ્રામ ભુવા,રમેસ મુરજી ભુવા,કેસરબાઈ ઉપ સરપંચ,કરશન ગોપાલ હીરાણી,લાલજી માવજી વરસાણી,અરવિંદભાઈ પિંડોરીયા વાડાસર સરપંચ મૂળજીભાઈ વેકરીયા,રવજી ખેતાણી,મનજી ગૌરસિયા,રામજી સંઘાણી,રમેશ ભૂડિયા,પ્રેમજીભાઈ,માવજીભાઈ રાબડિયા