કચ્છ લોહાણા સમાજના સમાજરત્ન ચંદુલાલ ઠક્કર ના અવસાન થી શોક

: કચ્છનાં શિક્ષણનાં મોભી. લોહાણા સમાજનું રત્ન. એવા ચંદુલાલ દલપતરામ  ઠક્કરના નિધન થી શિક્ષણ જગત ખોટ પડી છે. જ્ઞાતિ એવોર્ડ સન્માનિત.અને ગુજરાત સરકાર અને ભારત સરકાર  દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તથા  શિક્ષક પારિતોષિકથી સન્માવવામાં આવેલ છે.  વર્ષ-૧૯૯૪માં ભારત સરકાર દ્વારા મોકલેલ રશિયા અને યુક્રેન જેવા દેશોમાં શિક્ષણ અને સાંસ્કૃતિક પરિભાષાનાં અભ્યાસ માટે જનાર ટીમનાં સફળ સુકાની. તેમણે ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ (બોર્ડ)માં વિવિધ વિભાગોમાં નિભાવેલ પ્રશંસનીય કામગીરી. લોહાણા સમાજનાં સામાન્ય કાર્યકરથી લઈ ગાંધીધામ લોહાણા મહાજનનાં પ્રમુખપદે રહી ચૂકેલા , મેનેજીંગ ટ્રસ્ટી, વર્તમાન સમયના  ટ્રસ્ટી, ગાંધીધામમાં રહેતા  ઉત્તર ગુજરાતના  દેશી લોહાણા પરિવારની સ્થાપના કરનાર અને પ્રથમ પ્રમુખ તરીકેની સેવા આપનાર . વૈશ્વિક લોહાણા મહાપરિષદમાં સલાહકારની ભૂમિકા નિભાવનાર અને ગાંધીધામ મધ્યે જલારામ કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય (બાલ મંદિર થી ધોરણ-૧ર, ગુજરાતી માધ્યમ), સેન્ટ મીરા સ્કુલ, અંગ્રેજી માધ્યમ (બાલ મંદિરથી ધોરણ-૯), વી.ડી. ઠક્કર બી.એડ કોલેજ, જે.સી. ઠક્કર, પી.ટી.સી. કોલેજ, નારાયણ કમ્પ્યુટર કોલેજનાં સ્થાપક અને હેડ ચંદુલાલ દલપતરામ ઠક્કર (ઉ.વ.૮૦) આજે ગાંધીધામ ખાતે નિધન થતાં તેમને શ્રધ્ધંજલિ આપવામાં આવી જેમાં શિક્ષણીક, લોહાણા સમાજ, વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત  રહ્યા હતાં.