બગુમરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આખું ટુકવ્યું


સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતા એક યુવાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી દીધી હતી. મળતી વિગતો મુજબ પલસાણા તાલુકાનાં બગુમરા ગામે સાઈવાટિકા સોસાયટી વિભાગ-2 મકાન નં-2માં રહેતા અવિનાશભાઈ શાંતારામ પાટીલ ઉમર વર્ષ ૩૪. એ ગતરોજ કોઈ અગમ્ય કારણસર પોતાના રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.