ભચાઉના એક મકાનમાં આગ લાગતાં ઘરવખરી થઈ ખાખ

ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતાં ઘરવખરીનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં રહેતા રાજુભાઈ અને તેમનાં પત્ની ગઈકાલે પોતાનાં ખેતરે ગયાં હતાં. પોતાનાં ઘરને તાળું મારતી વખતે આ યુવાન પોતાનું ટી.વી બંધ કરવાનું ભૂલી ગયો હતો. તે ખેતરે હતો ત્યારે તેનાં ઘરમાં આગ લાગી હતી. આગના આ બનાવના કારણે તેનાં ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આ અંગે અગ્નિશમનદળને જાણ કરાતા અગ્નિશમનદળનાં જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં સામાન સળગી ગયો હતો. આગ અકસ્માતના આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

– સૂત્રો અનુસાર