ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃતવ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે…..

જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તાર જેવા કે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવન માં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી ઓ વગેરે જગ્યા ઉપર જાહેર જનતા ને લગતી કામગીરી કરવામાં આવે છે. તે સ્થળ ઉપર તાજેતરમાં કેટલાક બનાવો ઉપર તમામ કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક વ્યક્તિઓ એકલા અથવા ટોળકી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. તથા ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે કામ કરવામાં આવતું હોવાની જાણકારી મળતા જ અનઅધિકૃત વચેટિયા તરીકે કામ કરવાનો ઈરાદો રાખનાર વ્યક્તિ જણાય તો તેના પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.

રિપોર્ટ બાય કરણ વાઘેલા