કચ્છ જીલ્લાના 13 કેસોમાં ભચાઉનો 1, ગાંધીધામ અને માંડવીના 3-3 દર્દી નોંધાયા છે . ગામડાઓમાં તાલુકા મુજબ ભુજ, મુન્દ્રામાં 2-2, અંજાર, માંડવી, નખત્રાણા, રાપરમાં 1-1 દર્દી વાયરસથી સંક્રમિત થયેલ છે. કચ્છમાં શુક્રવારે કોરોનાના વધુ 20 પોઝિટિવ કેસ ચોપડે ચડાવાયા છે, જેમાં શહેરોના 12 કેસમાંથી ભુજના 5, ભચાઉનો 1, ગાંધીધામ, માંડવીના 3-3 દર્દી છે અને ગામડાઓના 8માંથી તાલુકા મુજબ ભુજ, મુન્દ્રામાં 2-2, અંજાર, માંડવી, નખત્રાણા, રાપરમાં 1-1 કેસ નોંધવામાં આવેલ છે. જોકે, વધુ 30 દર્દી સાજા થઈ ગયેલ છે.સાંસદના ભુજ સ્થિત કાર્યાલયના સ્ટાફના બે કર્મચારીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના ભુજ સ્થિત લોક સંપર્ક કાર્યાલયમાં કામ કરતા સ્ટાફના ૨ કર્મચારીનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં સારવાર અપાઇ રહી છે. આ સંજોગોમાં કાર્યાલય હાલ બંધ રહેશે. છેલ્લા એક અઠવાડિયામાં કાર્યાલયના સંપર્કમાં આવેલા તમામ લોકો સ્વેચ્છાએ હોમ ક્વોરન્ટાઇન થાય અને તપાસ અવશ્ય કરાવે તેવો સાંસદે અનુરોધ કર્યો હતો. જિલ્લામાં કુલ કેસનો આંક 2329 થયો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 2329 પોઝિટિવ કેસ ચોપડે ચડાવાયા છે, જેમાંથી 1874 સાજા પણ થઈ ગયા છે. જોકે, 68 દર્દીના મોત બતાવી 46 દર્દીની સ્થિતિ છુપાવાઈ છે. હજુ 341 દર્દી સારવાર હેઠળ છે. – સૂત્રો અનુસાર