શું શાળા-કોલેજો દિવાળી પછી જ ખુલશે…? કે પછી શરૂઆત ધોરણ 10 અને ધોરણ 12ની થઈ શકે છે…!

- નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારો પર પ્રતિબંધ મૂકી રાજ્ય સરકારે નિર્દેશ પણ આપી દીધો કે શાળાઓ શરૂ કરવી હિતાવહ નથી તેમજ કોરોના સંપૂર્ણ કાબુમાં ના આવે ત્યાં સુધી પ્રાથમીક શાળાઓ નહી જ ખૂલે તેવી સ્પસ્ટ રજૂઆત
- મોટા શહેરો કરતા પ્રારંભિક તબક્કામાં ગામડાની અમુક સ્કૂલો શરૂ કરવાની દરખાસ્ત જ્યારે શહેરો માટે અસમંજસની સ્થિતિનો ઉદભાવ….
હાલમાં ચાલતા કોરોનાના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોના કારણોસર દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી છે તથા શાળાઓ અંગે હાલ કોઈ જ ચર્ચા-વિચારણા પણ સરકાર કરવા તૈયાર નથી. ગુજરાત સરકારે જ કોરોનાના કારણે નવરાત્રી થી દિવાળી સુધીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકીને સ્પષ્ટ કરી દીધું છે કે, જો તહેવારોની ઉજવણી જ બંધ રાખવામાં આવે તો શાળા કોલેજ શરૂ કરવાનો કોઈ પ્રયાસ સરકાર દ્વારા થાય ખરું..? તેથી સ્પસ્ટ થાય છે કે દિવાળી બાદ જ શાળા કોલેજો શરૂ થઇ શકે છે.
સૂત્રો અનુસાર કેન્દ્ર સરકારે અનલોક-5માં તબક્કાવાર સ્કુલ-કોલેજો શરૂ કરવાની છૂટ આપી છે. પણ આ મામલે આખરી નિર્ણય લેવાની સતા રાજ્યોને જ આપી છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા 15મી ઓક્ટોબરથી હજુ શાળા-કોલેજો શરૂ કરવામાં નહીં આવે તથા દિવાળી વેકેશન પછી જ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની ચર્ચા-વિચારણા થઈ રહી છે. આ મામલે બધા પાસાઓને આવરીને વિચારણા તથા તજજ્ઞો સાથે બેઠકો કરાયા પછીજ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે અને તેના આધારે ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે.
સુત્રોના કહેવા પ્રમાણે બુધવારે મંત્રી મંડળની બેઠકમાં ખાસ કરીને ગામડા-નાના સેન્ટરોમાં ઓનલાઈન શિક્ષણમાં અનેક અડચણો આવે છે એટલે શરૂઆતમાં અંતરિયાળ ગામોની સ્કૂલો ખોલવા વિશે ચર્ચા શરૂ થઈ હતી પણ તેની કોઈ ચોક્કસ પ્રતિકા બહાર પાડવામાં આવી નથી …. તથા સૂત્રો અનુસાર સંચાલકો સહિતના વર્ગો સાથે આબાબતે ચર્ચા કરતાં દીવાળી પછીજ સ્કૂલો શરૂ કરવાનો મત ધરાવી રહ્યા છે.
પ્રથમ તબક્કે ઉચ્ચ માધ્યમિક સ્કૂલો જેનો સમય પણ બહુ ઓછો રાખવામાં આવશે અને બીજા તબક્કે માધ્યમિક સ્કૂલોનો વારો આવશે તે માટે ખાસ તકેદારીની જોગવાઈ પણ રાખવામા આવશે પરંતુ હાલમાં પ્રાથમિક સ્કૂલો ખોલવાની કોઇ વિચારણા જ નથી, કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી ગયા બાદ જ પ્રાથમિક સ્કૂલો ખુલવામાં આવશે…
-ખાસ સૂત્રો અનુસાર