અન્ય વિસ્તારો કરતાં કચ્છમાં માનસિક બીમારીનું પ્રમાણ ઓછું…

આજે માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે તન-મનને સ્વસ્થ રાખવા સલાહ…..!

આજે માનસિક આરોગ્ય દિવસ નિમિતે વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ દ્વારા દર વર્ષે 10મી ઓકટોબરના લોકોમાં જાગૃતિ લાવવા માટે માનસિક આરોગ્ય દિવસ ઉજવામાં આવે છે. આ ઉજવણી નિમિતે ભુજની અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો અને કચ્છના પ્રખ્યાત મનોચિકિત્સકે કોઈપણ ઉચિત અને યોગ્ય કાર્ય માટે તન-મનથી સ્વસ્થ હોવું જરૂરી છે તેવું માનવામાં આવે છે.

કચ્છમાં થયેલ સર્વે પ્રમાણે અદાણી મેડિકલ કોલેજનાં કોમ્યુનીટી રોગ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.સરસ સંચયાએ જણાવ્યુ કે, ભારતમાં હાલે કુલ વ્યક્તિના 10 ટકા લોકો કેટલાક રોગોથી પીડાય છે. તેમજ મનોચિકિત્સક ડો. મહેશ ટીલવાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં આવતી અનેક બીમારીઓને લોકોમાં બીમારીને સામનો કરવાની ક્ષમતા વધારે છે તથા અન્ય વિસ્તારની સરખામણીમાં માનસિક રોગીઓ પણ ઓછા છે. જો કે, હવે આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે તેમજ કાઉન્સેલિંગનું પ્રમાણ પણ પહેલા કરતા વધ્યું હોય તેમ જણાય છે. સર્વે પ્રમાણે તબીબો જણાવે છે કે, માનસિક રોગના અનેક કારણો હોય છે જેવા કે વારસાગત, સામાજિક સબંધીત, આપત્તિ, અને માનસિક વગેરે હોય છે. આ પરિસ્થિતિને આધારે જ્ઞાનતંતુઓ સબંધી અને મનોવિકૃતિ જ્ઞાનતંતુઓના રોગમાં દર્દીની વર્તણુકમાં ફેરફારો દેખાતા રહે છે….

તબીબોના મત પ્રમાણે આપણે આપણાં સમાજમાં એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું જોઈએ કે, માનસિક બીમારી આપણા નજીકનાં અને પ્રિયજનને કયારેય ન થાય તથા સંજોગે તેવી સ્થીતી ઉદભવે તો તેને પડકારી શકાય….

-મળતા અહેવાલ અનુસાર…