અહમદાવાદમાં હોર્ષ રાઇડર્સ માટે કલબ શરૂ, સમાન્ય ફી સાથે તાલીમ ..

સામાન્ય રીતે જોવા જોઇયે તો લોકોને ફ્રી સમયમાં અનેક પ્રવૃતિઓ કરવી ગમતી હોય છે. ત્યારે કેટલાક હોર્ષ રાઈડિંગ કરવાનું પસંદ કરતાં હોય છે તેમના માટે હાલ અમદાવાદના ઘોડા કેમ્પ ખાતે હોર્સ રાઈડીગ કલબ શરૂ કરવામાં આવ્યું છે. તેમની પસંદજી ને ધ્યાનમાં રાખીને સામાન્ય ફીમાં કોઈપણ નાગરિક ઘોડો ચલાવતાં શીખી શકશે, જેના માટે ત્રણ મહિનાની તાલીમ પણ આપવાની જાહેરાત કરાઈ છે.શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં શુક્રવારે પોલીસ હોર્સ રાઈડિંગ કલબ શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ કરાવીને આ ક્લબનું ઉદઘાટન કર્યું હતું. ત્રણ મહિનાની એક બેન્ચ શરૂ કરવામાં આવી છે જેમાં ત્રણ ત્રણ મહિનાની તાલીમમાં એક બેન્ચમાં 10 જેટલા હોર્સ રાઈડરને તાલીમ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે..

અન્ય માહીતી અનુસાર રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પહેલા આ ઘોડા કેમ્પમાં ટ્રેનિંગ ચાલતી હતી પરંતુ વચ્ચે બંધ કરી દેવાઈ હતી જે હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે જેને પણ અશ્વની તાલીમ લેવી હોય તેઓએ ફોર્મ ભરી જે રીતે બેન્ચ ફાળવવામાં આવ્યા હશે તે પ્રમાણે તાલીમ લેવાની રહેશે. શુક્રવારથી ફરી એકવાર કલબ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના જમાનામાં વ્યાયામ, યોગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ઘટે છે ત્યારે હોર્સ રાઈડીગ તાલીમનું ઘડતર થશે . જો સ્પસ્ટપણે કહી શકાય કે પોલિસ અને પ્રજા વચ્ચે સેતુ બંધાશે અને તેના કારણે અનેક લોકોનો સમર્થન મળવાની શક્યતા રહેશે….

પોલીસે કોરોનામાં લોકોની વચ્ચે રહી ખૂબ જ સારું કામ કર્યું છે. ફ્રન્ટ વોરિયર તરીકે કામ કર્યું છે. હોર્સ રાઈડીગ પણ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બનશે. અશ્વ તાલીમના માધ્યમથી જે યુવક- યુવતી હોર્સ રાઈડીગ કરવા ઇચ્છતા હોય તેઓ જોડાઈ શકે છે.

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પોલીસ દળમાં 600 અશ્વોનો સામેલ કારવામા આવ્યા છે. તથા 13 જિલ્લામાં આ રાઈડીગ સ્કૂલ શરૂ કરવામાં આવશે તેમ જણાવવા આવ્યું હતું. તેમાં બધા લોકો ભાગ લઈ શકે તે માટે સામાન્ય ફી રાખવામા આવી છે અને બેઝિક તથા એડવાન્સ તાલીમ પણ આપવામાં આવશે તેમજ અન્ય 135 જેટલા નવા અશ્વો ખરીદવામાં આવશે જેમાં 50 જેટલા અશ્વો ખરીદી લીધા છે . તો હવે લોકો આ કોરોનાકાળ દરમિયાન અન્ય કારકિર્દીની સાથે સાથે હોર્ષ રીડિંગમાં માટે સમય ફાળવીને આ સેતુને વધારે મજબૂત બનાવી શકે છે.

-મળતી માહીતી અનુસાર