અંજારના દુષ્કર્મ કેસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી પકડાયો

અંજારના દુષ્કર્મ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને આર.આર.સેલ ભુજ દ્રારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ દુષ્કર્મના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો મૂળ બીટા વલાડિયા અને હાલે પાટીદાર પટેલની સમાજવાડી, ખંભરા, તા. અંજાર મધ્યે રહેતો આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજી ગુજરીયા ખંભરા ગામે કોમ્યુનિટી હોલ પાસે હાજર છે તેવી બાતમી ભુજની આર.આર. સેલને મળી હતી. જેના આધારે દરોડો પાડવામાં આવતા આરોપી ઝડપાઇ ગયો હતો. જેથી રેન્જ આઈ.જીની ટિમ દ્રારા આરોપીને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.