કંડલા-દિલ્હી વચ્ચે સૌપ્રથમ વિમાની સેવાનો પ્રારંભ થયો

કચ્છને હવાઈ માર્ગે આજાથી દિલ્હી સાથે જોડવામાં આવ્યું છે. આજે કંડલા ખાતેાથી દિલ્હીની પ્રાથમ ફ્લાઈટ રવાના કરવામાં આવી હતી. પ્રાથમ પ્લેનમાં જ બાધી સીટોનું બુકિંગ થઈ ગયું હતું.

પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગોના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિાથી ધમાધમતા કંડલાથી મુંબઈ સાથે વિમાની સેવા ચાલુ છે પરંતુ દેશની રાજાધાની દિલ્હી સાથેની વિમાની સેવા શરૃ કરવાની લાંબા અરસાની માંગ આખરે સંતોષાતાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. સ્પાઈસ જેટ વિમાની કંપની મારફતે આજાથી કંડલા અને દિલ્લી વચ્ચે હવાઈ સેવા શરૃ થઈ છે. આજે બપોરે કંડલાથી પ્રવાસીઓને લઈને વિમાન રવાના થયું હતું. પ્રાથમ દિવસે જ બહોળો પ્રતિસાદ મળ્યો હોય એમ આવતા અને જતા બંને તરફે વિમાન પ્રવાસીઓાથી હાઉસફૂલ હતું. વિમાનમાં ૭૨ સીટની ક્ષમતા છે. કોરોના મહામારી સંદર્ભે મુસાફરોને ફેસ શિલ્ડ,માસ્ક અપાયા હતા. કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા આ તકે કંડલા ખાતે હાજર રહ્યા હતા. પ્રાથમ ફલાઇટ હાઉસફુલ હોવાથી આગામી દિવસોમાં બીજી ફલાઇટ મંજુર થાય એ દિશામાં કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.