ડભોઇના યુવકે સોશિયલ મીડિયા ફ્રેન્ડશિપ કર્યાં બાદ યુવતીને ધમકી આપી ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો, હું તારા મોઢા પર એસિડ ફેંકી દઇશ’….

જાણવા મળતા સૂત્રો અનુસાર સોશિયલ મીડિયા નાનું ક્રાઇમની દુનિયા બની રહ્યું છે. હાલમાં જ જોવા મળતા કેટલાક કિસ્સાઓ હવે સોશિયલ મીડિયાની કારણથી થાય છે …..

ડભોઇના યુવકે સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરીને ધમકી આપી હતી કે, ‘તું મને મળવા માટે નહીં આવે તો હું ધાબા પરથી નીચે પડી જઇશ અને પોલીસ કેસમાં તારૂ નામ લખાવી દઇશ’. આ ઉપરાંત, ‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો, હું તારા મોઢા પર એસિડ ફેંકી દઇશ’ તેવી ધમકી આપી હતી. ડભોઇ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ડભોઇના સ્ટેશન રોડ વિસ્તારમાં બાપુ મોબાઇલના મેડ ઉપર રહેતા જમીલ મકબુલભાઇ જંબુસરીયાએ 6 મહિના પહેલા ડભોઇની સાનિયા (નામ બદલ્યુ છે) સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી, ત્યારબાદ યુવકે યુવતીનો મોબાઇલ નંબર માંગી લીધો હતો અને યુવતીને ફોન કરીને મળવા માટે ઘરે બોલાવતો હતો. જોકે યુવતી યુવકને મળવા માટે ના પાડી દીધી હતી.યુવતી તેને મળવાની ના પડતાં તેને ધમકીઓ આપવાનું, તેના પાછડ-પાછડ જવાનું તથા સ્ટોક કરતો . તથા  વારંવાર કહેતો કે જો ‘તું મને મળવા માટે નહીં આવે તો હું ધાબા પરથી નીચે પડી જઇશ અને પોલીસ કેસમાં તારૂ નામ લખાવી દઇશ’. છતાં યુવતી તેને મળવાની ચોખી ના પડી દીધી હતી પરંતુ આખરે જ્યારે યુવતી તે છોકરાને મળવા ગઈ ત્યારે તેના જોડે જબરદસ્તીથી ફોટા પડાવતો અને હાથ પકડીને બાજુમાં બેસાડતો હતો.

યુવકે તેને પોતા સાથે લગન કરવા પણ જબરદસ્તી કરી હતી.જો તે તેવું નહીં કરે તો તેના ફોટા વાઇરલ કરીને તેને બદનામ કરશે અને તેના ફેસ પર એસિડ ફેકી દેસે તેવી ધમકીઓ પણ આપી હતી.આખરે યુવતીએ આરોપી ની ફરિયાદ પોલિસ સમક્ષ કરી હતી.પોલિસએ યુવતીની ફરિયાદ નોધીને તપસ હાથ ધરી છે. આરોપીની સોધખોર ચાલુ છે.

-મળતી માહિતીને આધારે…