પાંજરાપોળ અને ગૌશાળા પાસે ઉપલબ્ધ જમીનો નામે કરી આપવા માંગ

આપના રાજ્યના પૂર્વ મંત્રી અને કચ્છના નેતા દ્વારા ગુજરાતનાં પાંજરાપોળો અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનવા સરકાર સમક્ષ પત્ર લખીને કરવામાં આવેલ નિવેદન..
હાલમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ ગુજરાતની પાંજરાપોળો અને ગૌશાળાઓને આત્મનિર્ભર બનવા માટે સંચાલકો દ્વારા સરકારને અરજી કરવામાં આવી હતી જેની મંજૂરી પણ ગઈ હતી. તેના માટે સંચાલકોમાં ખુશી અને આનંદ જોવા મળ્યું હતું. પરંતુ તેઓ જ્યારે રેવેન્યુ તલાટીની કચેરીએ પહોચ્યાં ત્યારે તેમણે જાણવા મળ્યું કરેલી અરજીનો સમય પૂર્ણ થઈ જતાં તે જમીન હવે ગુજરાતનાં પાંજરાપોળ અને ગૌશાળાના નામે થઈ શકશે નહીં તે માટે સંચાલકોએ આ અંગે ફરી એકવાર અરજી કરી છે અને જેટલી જમીન ઉપલબ્ધ હોય એટલી જમીન તેમના નામે કરી આપવા અથવા વધારે જમીન મેળવવા માટે પુન:વિચારણા કરી ખેડૂત હક્ક આપવા કાર્યવાહી કરે તેના માટે રાજ્યના પૂર્વ મંત્રી અને કચ્છના નેતા શ્રી.તારાચંદ છેડાએ સરકારને લખ્યું પત્ર.
-ખાસ સૂત્રો અનુસાર