સરકારે બહાર પડેલ જાહેરનામા મુજબ ધાર્મિક સ્થળોથી કોરોના પરંતુ ચૂંટણીથી નહીં થાય કોરોના….

મળતી માહિતીઓ અનુસાર કોરોનાના કારણે કેટલાક સમયથી સ્કૂલ, ધર્મશાળા, સિનેમાહૉલ વગેરે બંધ છે પરંતુ હાલમાં મળતા સમાચારો પ્રમાણે નવરાત્રિ દરમ્યાન મંદિરો બંધ રહેશે પરંતુ સરકાર દ્વારાચૂંટણીના પ્રચાર માટે છૂટ આપવામાં આવી છે. આ સરકારની નીતિથી કેટલીક અસમંજસની સ્થિતિ ઉદભવતી દેખાય છે.
નવરાત્રિ દરમ્યાન કચ્છની ધણિયાણી માં આશાપુરા તથા અનેક ધાર્મિક સ્થળો બંધ છે જ્યારે સૂત્રો અનુસાર જોવા જઇયે તો આવતા શનિવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે.
કોરોના દરમ્યાન ચૂંટણીના પ્રચારમાં છૂટ આપવામાં આવી છે. આ પ્રચાર-પ્રસારમાં કેન્દ્રીય ચૂંટણીપંચની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે એ મુજબ ખુલ્લા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઇઝેશનની સુવિધા સાથે જાહેર સભાઓ યોજવામાં આવશે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીના પ્રસાર-પ્રચારમાં રાષ્ટ્રીય નેતાઓનો અભાવ રહેશે. મુખ્યમંત્રી શ્રી.વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી.નીતિનભાઈ પટેલ, પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ અને મંત્રીમંડળના સભ્યો કેટલીક જગ્યાએ વિડિયો- કોન્ફરન્સિંગ મારફતે સભા સંબોધશે…..
અંતે સરકાર દ્વારા ચૂંટણીપંચની રચના થઈ શકે છે. તેના માટે છૂટ-છાટો આપવામાં આવે છે પરંતુ ગરબા રમવાની કે સોસાયટીના મંદિરમાં દર્શન તથા આરતી કરવા માટે સરકારની પરવાનગી મેળવવી પડશે.આ સરકારની ડાકરરા સમજવી કે બેદરકારી સમજવી…?
-સર્વે અનુસાર