કોમર્સના 19મી ઑક્ટોમ્બરથી FYનાં ઓનલાઇન લેક્ચર શરૂ કરાશે

હવે ધીમે ધીમે શિક્ષણકર્યા ઓનલાઇન શરૂ થઈ રહ્યા છે. યુનિવર્સિટિ દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં 19મી ઓક્ટોબરથી પ્રથમ વર્ષના ઓનલાઇન લેક્ચર ચાલુ કરવામાં આવશે. સર્વે અનુસાર કુલ 7500માંથી 5500 વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે. યુનિવર્સિટિના કોમર્સ ફેકલ્ટી દ્વારા રખાયેલા ઓરિએન્ટેશનમાં માત્ર 2 હજાર વિદ્યાર્થીઓએ જ ભાગ લીધો હતો. એટ્લે હવે ઓનલાઇન લેક્ચરમાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે તેની ચિંતા ફેકલ્ટીના સત્તાધીશોને થઈરહી છે. કેટલાક બાકી રહી ગયેલા કોમર્સમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી તેને ફી ભરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. જેથી તેમનું શિક્ષણકર્યા બગાડે નહીં…
-સૂત્રો અનુસાર