માંડવીના જખણીયામાં ગરીબીથી લાચાર એક વ્યક્તિએ તેની ત્રણ પુત્રી અને પત્નીની કરી હત્યા


માંડવી તાલુકાના જખણીયા ગામે બનેલી આ કરુણ હત્યા જેનાથી મોટાભાગની જગ્યાઓ ઉપર હડકંપ મચી જવા પામ્યો છે. માંડવી તાલુકાના જખણીયા ગામે એક પતિ જે પોતાની ગરીબીથી લાચાર બની અને પોતાની ત્રણ પુત્રી અને પત્નીને મારી અને પોતે જંગલમાં ભાગી ગયો હોવાની માહિતી મળી છે. આ ઘટનાને પગલે તરત જ પોલીસને જાણ કરવામાં આવી પોલીસને જાણ થતાની સાથે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ગરીબીને કારણે પિતા દ્વારા કરાયેલી આ હત્યાના બનાવે તેની ત્રણ પુત્રી અને તેની પત્નીની હત્યા બાબતે આખા ગામમાં શોકનો માહોલ પ્રવર્તે છે આ ઘટનામાં મોમાઈ માતાજીના મંદિર પાસે રહેતો ઝાખું પચાણ સંધારે તેની ૧૦ વર્ષીય પુત્રી તૃપ્તિ પાંચ વર્ષીય પુત્રી કિંજલ અને બે વર્ષીય પુત્રી ધર્મિષ્ઠા ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે જ્યારે તેની પત્નીને ઝેર આપીને મોત નીપજવ્યું છે. પોલીસ જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે તેની પત્ની બેભાન હાલતમાં મળી અને તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાલ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અને આ બનાવના પગલે અપરાધીને પકડવા તાજવીજ હાથ ધરી છે
-રિપોર્ટ દિનેશભાઈ માંડવી