ભુજ શહેરના નારણપરમાં યુવતી પર બળાત્કાર કરનાર ત્રણ શખ્સો ઝડપાયા.

ભુજ તાલુકાના નારણપર ગામમાં એક યુવતી પર બળાત્કારના બનાવમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો અનુસાર મળતી વિગતો મુજબ થોડા દિવસો પૂર્વે નારણપર ગામે ૧૭ વર્ષીય યુવકીનું અપહરણ કરીને કાસમ જૂસબ ત્રાયા (ઉ.વ ૧૯ )એ બળાત્કાર કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી .આ સમગ્ર  ઘટનામાં માનુકૂવા પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ કાસમ ત્રાયા ,ઈમરાન ખમીશા ઉર્ફે અઘાતા ત્રાયા અને નિલેષ પરષોતમ ડિંડોરની ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓને મેડિકલ તપાસની માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા .અને ત્યારબાદ પરત પાછી લેવાની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ આરોપીઓને કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. અવાર -નવાર આવા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે સામાજિક સંસ્થાઓએ આગળ આવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *