વીરમગામની કોર્ટમાં ફરજ બજાવતા આર્થિક સંક્રમણના કારણે યુવકનો પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત

suicide23

copy image

વિરમગામની સેશન કોર્ટમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે આર્થિક સંકડામણ અને ઘર કંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન થઈ રહ્યું છે.વિરમગામ શહેરની સેશન કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી કરતા રામજી સામજીભાઈ ભીલ રહે. જુની મીલ ભીલની ચાલી ભીલવાસ (ઉ.વ.૩૫)નો અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ટુંપો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. વિરમગામ કોર્ટમાં ફરજ બજાવતા યુવકે કોર્ટના ઘણા સમયથી નોકરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવક આર્થિક સંકળામણ તેમજ ઘર કંકાસને લઈને આપઘાત કરવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. પરંતુ વિરમગામ પોલીસ દ્વારા લાશનું પોસ્માર્ટમ કરી અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો આપી આપઘાત કર્યાનું અકસ્માતે મોત લીધો હોવાનું કારણ પોલીસે જણાવ્યું છે. લાશને પોસ્માર્ટમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

-માહિતી અનુસાર