કેનરા બેન્ક સહિત ઘણી બધી બેન્કો સાથે રૂા.1200 કરોડની છેતરપીંડી.
કેનરા બેન્ક સહિત ઘણી બધી બેન્કો સાથે રૂા.1200 કરોડની છેતરપીંડી ચોખા નિકાસકાર કંપનીએ કરી હોવાની માહિતી સામે આવી છે. સીબીઆઈએ કથિત છેતરપીંડીના મામલામાં ગુરુવારે ચોખા નિકાસકરનાર કંપની અને તેના પ્રવર્તક સામે કેસ કર્યો છે.સીબીઆઈ દ્વારા જાણવા મળ્યું હતું કે, કેસ કેનરા બેન્કના નેતૃત્વવાળી બેન્કોના સમૂહ સાથે કથિત છેતરપીંડીનો છે. સીબીઆઈએ કેનરા બેન્કની ફરિયાદ પર FRI નોંધી છે. ત્યારબાદ આરોપીઓના દિલ્હી-એનસીઆરમાં આઠ જેટલા સ્થળો પર દરોડા પાડયા હતા. કંપની છેલ્લા 27 વર્ષથી ચોખાની નિકાસના કારોબાર સાથે જોડાયેલી છે.
-મળતી માહિતી