ગિરનારની લીલી પરિક્રમા કરી પરંપરાને જાળવી રખાઈ.
જય ગિરનારીના નાદ સાથે ચાલી આવતી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા દેવઉઠી અગિયારસની રાત્રિનાં 12 કલાકે ભવનાથ ખાતે ઇન્દ્રભારતી બાપુના ગેઇટ ખાતે સાધુ-સંતો કલેક્ટર, કમિશનર, મેયર સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ્ઞાતિ-સમાજ અને ઉતારા મંડળ ટ્રસ્ટના 25 લોકોએ જય ગિરનારીના નાદ સાથે બમ્બ બમ્બ ભોલેના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમા શરુ કરી હતી. જેમાં 27 જેટલા વ્યક્તિઓ સેવાભાવીઓ 20 લાખ લોકોના વતી પ્રતિનિધિત્વ કરી પરંપરા જાળવી પરિક્રમા કરી છે. આમ એક વ્યક્તિએ એક લાખ લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જે ગઇકાલે સાંજે પૂર્ણ કરવામાં આવી હતી. જે 36 કિ.મી.ની ગિરનારની લીલી પરિક્રમાની પરંપરા નિભાવવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે તંત્રએ આ નિર્ણય લઇ વર્ષોની રીત રસમ પણ જાળવી રાખી હતી.
-મળતી માહિતી