કોરોના મહામારીમાં ભોજન બગાડ આડેધડ, ભૂખમરો વધ્યો.

કોરોના મહામારીએ આખી દુનિયામાં હાલચલ મચાવી દીધી છે. લોકોના કારણે એક બાજુ ભૂખમરો વધ્યો છે તો બીજી બાજુ ભોજનનો પણ આડેધડ બગાડ થઈ રહ્યો છે. આનું કારણ એ છે કે, યુરોપીય દેશોમાં કોરોનાની બીજી લહેરની આશંકાને પગલે લોકોએ વધુ સામાન સંગ્રહ કરી રાખ્યો છે જે હવે બરબાદ થઈ રહ્યો છે. રેબોબેન્કની ફૂડ વેસ્ટ-2020ની રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ભોજન બગાડ કરવામાં ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશો સૌથી આગળ છે.રેબોબેન્કના ફૂડ વેસ્ટ-2020ના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયામાં કોરોનાના વધી રહેલા કેસ અને લોકડાઉનને કારણે લોકોએ બીકના લીધે એક જ વારમાં જરૂર કરતાં વધુ સામાન ખરીદીને સંગ્રહ કરી લીધો હતો. હવે આ સામાનમાં અનેક પ્રકારના ખાદ્ય પદાર્થનો બગાડથઈ રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં 10.3 બિલિયન પાઉન્ડની ખાદ્ય સામગ્રી બેકાર ગઈ છે. જ્યારે 37% લોકોએ ઘરમાં નવરાશની સમયમાં ભોજન બનાવવા અને નવી રેસીપી શીખવાના ચક્કરમાં સામાનનો બગાડ કરી નાખ્યો છે. એટલું જ નહીં લોકોમાં 13% સુધી વધી ગયેલી ભોજન બગાડ કરવાની આદતે પણ ખાદ્યપદાર્થોનો બેફામ બગાડ કર્યો છે. આ રિપોર્ટ માર્ચમાં અને પછી સપ્ટેમ્બરમાં 2000 થી વધુ ઓસ્ટ્રેલિયન લોકો સાથે વાત કરીને તૈયાર કરવામાં આવ્યો છે. આ સમયમર્યાદામાં ખાદ્ય પદાર્થોના બગાડમાં જોરદાર વધારો થયો છે. ન્યુ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ અને તસ્માનિયામાં સૌથી વધુ લોકોએ ભોજન બગાડ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાણવા મળ્યા મુજબ દુનિયામાં સૌથી વધુ ભૂખ્યા લોકો ભારતમાં રહે છે. આમ છતાં દેશમાં દર વર્ષે 44 હજાર કરોડ રૂપિયાનું ભોજન બગાડ થઈ રહ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટની સાથે સાથે લગ્ન પ્રસંગ જેવા આયોજનોમાં પણ હજારો ટન ભોજન રોજ બગાડ થઈ રહ્યું છે. ભારત જ નહીં સમગ્ર દુનિયાની સ્થિતિ આવી જ છે. એક તરફ કરોડો લોકો ભોજન માટે વલખા મારી રહ્યા છે અને કુપોષણનો શિકાર બની રહ્યા છે. ત્યારે બીજી તરફ લાખો ટન ભોજન દરરોજનું બગાડ થાય છે. દુનિયાભરમાં દર વર્ષે જેટલું ભોજન તૈયાર થાય છે. તેનો એક તૃતિયાંશ હિસ્સો એટલે કે લગભગ 1 અબજ 30 કરોડ ટનનો બગાડ થઈ જાય છે. બગાડ થનારું ભોજન એટલું હોય છે કે તેનાથી બે અબજ એટલે કે 200 કરોડ લોકોની ભૂખ સંતોષાઈ જાય. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-2020ના જારી કરાયેલા 107 દેશના આંકડામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારથી પણ પાછળ થઈ ગયું છે. તે હવે દુનિયામાં 94માં સ્થાને આવી ગયું છે. જ્યારે ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ આ યાદીમાં 75મા, મ્યાનમાર 78માં, નેપાળ 73માં, શ્રીલંકા 64માં અને પાકિસ્તાન 88મા સ્થાને છે.

-મળતી માહિતી