અમદાવાદ: ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડોક્ટર ને ઝડપી પડતાં એસ.ઓ.જી

વિઠલાપુર ચાર રસ્તા ખાતે આવેલા મહેતા કોમ્પ્લેક્ષમાં દુકાન ભાડે રાખી કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરી ગેરકાયદેસર એલોપેથિક દવાઓ આપતા આરોપીને પકડી લઈ અમદાવાદ એસ.ઓ.જી એ વિઠલાપુર પોલીસ સ્ટેશન માં ગુનાની નોંધ કરી સફળ કામગીરી કરવામાં આવેલ છે.આરોપીનું નામ સીરસ કુમાર પ્રવિણકુમાર અખાણી રહેવાસી માંડલ ને પકડી એલોપેથિક દવાઓનો જથ્થો તથા મેડીકલ પ્રેક્ટિસ ના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૨૦૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે જાડેજા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એલ દેસાઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી પરમાર, હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ, તેજદિપસિંહ, શક્તિસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જોડાયેલ હતા.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર

-મળતી માહિતી