વારંવાર મીડિકલ વેસ્ટ મળવા છતાં તંત્ર જાગૃત થતી નથી

એક બાજુ કોરોનની ગાઈડલાઇન આપવામાં આવી રહી છે તો બીજી બાજુ મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે

કોરોનાના ખૌફ વચ્ચે ભુજ શહેરના હોસ્પિટલ રોડ ગણત્રા હોસ્પિટલ ની પાછળ ની જગ્યાએ મેડિકલ બાયો વેસ્ટ રઝડતો ફેંકી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપની દહેશત ફેલાઈ છે. છેલ્લા અનેક મહિનાથી લોકડાઉન અને અનલોક ચાલી રહ્યું છે જોકે, આ છૂટછાટમાં કોરોના વાઇરસનો ચેપ લાગે નહિ તે માટે નાગરિકોએ સુરક્ષિત રહેવાનું છે.ખાસ કરીને જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. તેવામાં ભુજ શહેર માં હોસ્પિટલ રોડ ગણત્રા હોસ્પિટલ ની પાછળ ની જગ્યાએ જોખમી એવો બાયો મેડિકલ વેસ્ટ કોઈ ફેંકી ગયું હતું. ત્યારે તંત્ર માટે પડતા પર પાટુ જેવી હાલત થઈ ગઈ છે. હેન્ડ ગ્લવ્ઝ, વેન્ટિલેટર પાઇપ, ઉપયોગમાં લેવાયેલા માસ્ક સહિતનો મેડિકલ બાયો વેસ્ટનો નિકાલ હોસ્પિટલ રોડ ગણત્રા હોસ્પિટલ ની પાછળ ની જગ્યાએ પર ફેંકી દેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં વિવાદ ઊભો કર્યો છે. આ બાયો મેડિકલ વેસ્ટ કોણ આ રીતે બેજવાબદાર બનીને ફેંકી ગયું તે તંત્ર માટે તપાસનો વિષય છે પણ હાલમાં સમગ્ર હોસ્પિટલ રોડ ગણત્રા હોસ્પિટલ ની પાછળ ની જગ્યાએ કોરોના વાઇરસના ચેપની દહેશત ફેલાઈ ગઈ છે.