કૃષિ વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર ભારત બંધના એલાન અંતર્ગત મુન્દ્રા મધ્યે વેપારીઓને વેપાર-ધંધા બંધ રાખવા માટે અપીલ કરવા નીકળેલ કોંગ્રેસી કાર્યકર્તાઓને મુંદ્રા પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા

સમગ્ર ભારત દેશમાં કૃષિ વિરોધી ત્રણ કાળા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું ત્યારે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ અને મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા શહેરમાં સમગ્ર વેપારીઓને વેપાર-ધંધા બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મંત્રી ભરત ભાઇ પાતારીયા કચ્છ જીલ્લા કોગ્રેસ મંત્રી જાવેદ પઠાણ મુંદરા તાલુકા કોંગ્રેસ ના મહા મંત્રી મુકેશ ભાઇ ગોર કિશાન સંઘ ના નારાણ ગઢવી અને રામ ગઢવી મુંદરા પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ બાય: કિશનભાઈ મહેશ્વરી (મુંદ્રા)