હડપ્પન સંસ્કૃતિના પ્રતીક સમાન ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ મા સમાવવા માટે ઉજળા સંજોગો



રાપર: વિશ્વ પ્રસિદ્ધ સિંધુ સંસ્કૃતિ ના અવશેષો મળી આવ્યા છે તેવા રાપર થી 110 કી. મી. દૂર આવેલા ખડીર દ્વિપ સમૂહ ના ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ મા સમાવવા માટે ઉજળા સંજોગો ઉભા થયા છે આગામી વીસ દિવસ સુધી યુનેસ્કો ની એક સમિતિ ધોરાવીરા ખાતે આવી પહોંચી છે. અને સતત વીસ દિવસ સુધી ધોરાવીરા મા રિસર્ચ કરશે જેમાં હડપ્પન સિવીલીયન સાઇડ. વન વિભાગ ના વન અધિકારી એ. બી. ખમાર અને વનપાલ પ્રભુભાઈ કોળી દ્વારા શોધવામાં આવેલા આઠ મીટર લંબાઈ ધરાવતા ફોરશિલ ધરાવતા ફોરશિસલ પાર્ક. તેમજ અન્ય સાઈટ પર રિસર્ચ કરશે સતત વીશ દિવસ સુધી આ ટીમ સંશોધન અધ્યયન કરશે અને ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ મા સમાવવા માટે રિપોર્ટ કરશે આ ટીમ મા અગિયાર થી વધુ દેશોના પ્રતિનિધિઓ ટીમ મા હોવાનું જાણવા મળ્યું છે. ધોરાવીરા અને આસપાસના તમામ વિસ્તારોમાં આ ટીમ સંશોધન કરશે અને પ્રવાસીઓ અને સંશોધન કરતાં લોકો માટે આવવા જવા માટે તેમજ રહેવા માટે ની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે રિપોર્ટ તૈયાર કરશે.
આ અંગે રતનપર ના યુવાન સરપંચ દશરથ ભાઈ આહિરે જણાવ્યું જો ધોરાવીરા નો વર્લ્ડ હેરિટેજ સાઈટ મા સમાવેશ થાય તો સમગ્ર ખડીર વિસ્તાર ની કાયાપલટ થઈ જશે અને વિકાસ ના દ્વાર ખુલી જશે ધડુલી સાંતલપુર તેમજ રાપર ધોરાવીરા. એકલ બાંભડકા સહિત ના માર્ગ નું નવનિર્માણ થશે અને નજીકના રેલવે સ્ટેશન ચિત્રોડ ની જે અત્યારે કાયાપલટ થઈ રહી છે તે ધોરાવીરા ને વર્લ્ડ હેરિટેજ મા સમાવવા માટે થઈ રહી છે તો આગામી સમયમાં બાલાસર લોદ્વાણી ના વિસ્તાર મા એરપોર્ટ સહિત ની સુવિધા ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. વર્લ્ડ હેરિટેજ મા ધોરાવીરા સાથે ખડીર દ્રિપ સમુહ ના ફોરશિસલ પાર્ક. સનસેટ પોઈન્ટ. રણ વિસ્તાર તેમજ વન્ય પ્રાણીઓ ના અભયારણ્ય વિસ્તારમાં વિકાસ ના ઉજળા સંજોગો ઉભા થયા છે. આ અંગે કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. ના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ ને ઓપ આપવામાં આવી ગયો છે અને વર્લ્ડ હેરિટેજ સાઈટ મા ધોરાવીરા આવેલી યુનેસ્કો ની ટીમ ને સતત તમામ સાઈટ માટે માર્ગદર્શન આપવા મા આવી રહ્યું છે. તો તાજેતરમાં ગુજરાત ના રાજયપાલ દેવવ્રત આચાર્ય પણ ધોરાવીરા ની મુલાકાત લઈ ચૂક્યા છે અને કેન્દ્ર સરકાર ના પુરાતત્વ વિભાગ અને ગુજરાત પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ અને સચિવ કક્ષાના અધિકારીઓ એ મુલાકાત લીધી હતી અને આ સિંધુ ધાટીના પુરાતન નગર ધોરાવીરા ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ મા સમાવેશ થાય.