રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે ભયંકર લાગી આગ

5af4aad2-5d49-4fe5-b290-9ff8123fd120

રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે 4 વાગ્યા ની આસપાસ માં ભયંકર આગ લાગતા લાખો રૂપિયા નો ઘાસ ચારો બળી ને ખાખ થઇ ગયો હતો તેમજ ગોડાઉન માં પણ મોટા પાયે નુકસાન થયું હતું વહેલી સવારે મંત્રી શ્રી વાસણભાઇ ને ખબર પડતાં એ તંત્ર ને સૂચન કરતા ફાયર બ્રિગેડ નિ ગાડીઓ અંજાર તેમજ ભુજ થી તેમજ બીકેટી ની ગાડીઓ આવી પહોંચતા રતનાલ ગામના જાગૃત યુવાનો તેમજ રતનાલ ના નાગરિકો દ્વારા ભારે મહેનત થી આગ બુજવવા માં સફળતા મળી હતી તેમજ સ્થળ ઉપર સવારમાં મંત્રી શ્રી વાસણ ભાઈ આહીર એ આવીને મુલાકાત કરી માર્ગદર્શન આપ્યું હતું