કચ્છ જિલ્લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી હથિયારબંધી
કચ્છ જિલ્લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી હથિયારબંધી
ભુજ, મંગળવારઃ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કુલદીપસિંહ ઝાલાએ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અમલવારી ખ્રિસ્તી નવા વર્ષ, ધાર્મિક તહેવારો, પ્રજાસતાક દિન વિ.ને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૧/૧/૨૦૨૧ થી તા.૩૧/૧/૨૦૨૧ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.
આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ દંડની સજા થશે.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦