માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ સુરીશ્વરજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે બગીચા, ચબુતરા, પાર્શ્વ પ્રભુજી ના રજત રથનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું
માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ સુરીશ્વરજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે બગીચા અને ચબુતરાનો તેમજ પાર્શ્વ પ્રભુજી ના રજત રથનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.મુની વિદ્યાચંદ્રવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી કોડાય જૈન મહાજન અને ધર્મ ભકિત પ્રેમ સુબોધસુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ વિશેષ ઉપસ્થિત રહી કોડાય ગામના સેવાકીય કાર્યો ની સરાહના કરતાં કોડાય ગામને જીવ દયા અને લોકસેવા ક્ષેત્રે પ્રેરક ગામ ગણાવ્યું હતું. આ પ્રસંગે મુનિ રાજ રત્ન સાગરજી મહારાજ સાહેબ,મુની ભકિત રત્નસાગરજી, મુની ભાગ્યોદય સાગરજી મહારાજ સાહેબ,તારાચંદ મુનિ આદિ સાધુ-સાધ્વી ભગવંતોએ આશિર્વચન પાઠવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ વિનોદભાઇ ચાવડા નો કોડાય જૈન મહાજનના પ્રમુખ અમુલ ભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાતા મણીબેન કલ્યાણજી છેડા, અમૃતબેન રામજી સંગોઇ, રજત રથ ના દાતા નરેશ નવનીત શાહ, ગુરુ ભગવંતની છબીને માળા ચડાવાનો લાભ હસમુખભાઈ કલ્યાણજી લાલજી છેડાએ લીધો હતો તેમનો સન્માન સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે મંગલાચરણ બાદ સ્વાગત પ્રવચન કોડાય જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ દેઢીયાએ કરેલ તથાં કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ છેડા (એકલવીર) એ કર્યું હતું.