ઉપલેટામાં રામ મંદિર ખાતે પૂનમ અને મહાયોગ નિમિત્તે ૧૦૦૮ દીવાઓની જ્યોત કરી અને સાથેજ મહાદેવની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે મલ્લિકાર્જુન યોગ અંદાજે ૪૦ થી ૫૦ વર્ષે આવે છે તેવું ઋષિ મુનિઓ અને શાસ્ત્રોમાં જણાવ્યું છે. આ મલ્લિકાર્જુન યોગમાં કોઈ પણ શ્રદ્ધાળુ કે મનોકામના કરનાર વ્યક્તિ પોતાની જે કઈ મનોકામના મનમાં લ્યે છે અને ભગવાન પાસે પૂરી શ્રદ્ધા અને ભાવનાથી પૂજા અર્ચના કરે છે તેમની તમામ મનોકામના દેવોના દેવ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે તેવું શાસ્ત્રોમાં પણ જણાવેલ છે. મલ્લિકાર્જુન યોગની જો વાત કરવામાં આવે તો આજના દિવસે જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે તે સ્વયંભૂ ઉત્પન્ન થઈ અને તેમની સ્થાપના પણ થઈ હતી તેવું પુરાણોમાં જણાવાયું છે. આજના દિવસ કરેલા જાપ, માળા કે અનુષ્ઠાન કરો તેમનું અનેકો ગણુ ફળ અને પરિણામ મળે છે તેવું પણ વિદ્વાનો દ્વારા જણાવાયું છે. આજના દિવસ શ્રદ્ધાળુ અને ભક્તો દ્વારા જે કોઈ પણ પ્રાર્થના અને પ્રભુ પાસે પૂર્ણતઃ મનોકામના મંગાઈ છે તે ભગવાન ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે. આવા શુભ યોગને લઈને ઉપલેટા રામ મંદિર ખાતે સેવકો અને સંચાલકો દ્વારા ભગવાન ભોળાનાથના મંદિરમાં ૧૦૦૮ દિવડાઓની જ્યોત કરી અને મહાદેવ અને ભોળાનાથના શિવલિંગ પર સુશોભિત કરવામાં આવ્યું હતું જેમાં “ૐ નમઃ શિવાય” દીવાઓની જ્યોતથી લખવામાં આવ્યું હતું.
આવા શુભ પ્રસંગે અને આવા મહાયોગમાં કરેલી મહાપુજમાં ઉપલેટા તેમજ આસપાસના મંથકના શ્રદ્ધાળુઓ અને ભક્તો આરતીનો લાભ લેવા અને આરતીના અને ભગવાનના દર્શન અર્થે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ મહાપૂજા અને ૧૦૦૮ દિવડાઓના જ્યોતના દર્શન અને પૂજા અર્ચના પણ કરી હતી.
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા