દેશી પીસ્તોલ સાથે ર શખ્સો ઝડપાયા

પોરબંદર એલસીબીએ દેશી પીસ્તોલ સાથે અલગ અલગ ચેકિંગમાં કુતિયાણાના દિપક નાથાભાઇ ઓડેદરા અને પોરબંદર ઇન્દિરાનગરના ગાંગા લખમણને પકડી પાડયો છે.

પોરબંદર જિલ્લામાં ગેરકાનૂની હથિયાર શોધી કાઢવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દરસિંહ પવાર તથા પોરબંરના પોલીસ અકિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા આપેલી સુચના અન્વયે એલસીબી પીઆઇ એમ. એન. દવેના માર્ગદર્શન હેઠળ એન. એમ. ગઢવી તથા એલ.સી.બી. પો. સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગ હોય દરમ્યાન મળેલ ગેરકાયદેસર હથિયાર ધારા ભંગના બે કેસો શોધી કાઢવામાં સફળતા મેળવેલી છે અને કમલાબાગ તથા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બંને ગુન્હા રજીસ્ટર કરાવેલ છે.

આરોપી (૧) દિપક નાથાભાઇ ઓડેદરા ઉ.વ.૩૭ રહે. બહારપુર, કુતિયાણા જી. પોરબંદરને કુતિયાણા, સરકારી દવાખાના પાછળ, આરોપીની કબજા હવાલાવાળી વાડી પાસે પીએસઆઇ એસઆઇ એન. એમ. ગઢવી : આ કામના આરોપી નં. (૧) ના એ ગે. કા. આધાર પરવાના વગર પોતાના કબજામાં દેશી હાથ બનાવટની પીસ્તોલ મેગેજીન સાથે કિ. રૂ. રપ,૦૦૦/- ની રાખી જાહેરમાંથી મળી આઇતા સદરહું પીસ્તોલ આરોપી નં. (ર) નાઓ સાચવવા આપી જઇ એકબીજાને મદદગારી કરી ગુન્હો નોંધ્યો છે એક આરોપી રાજશી માલદે નાસી ગયેલ છે.

બીજા જયારે આરોપી (૧) ગાંગા લખમણભાઇ ઓડેદરા ઉ.વ.પપ રહે. ઇન્દિરાનગરને કોન્સ્ટેબલ હકિકત વિજયજેન્તીલાલ તથા બી.એલ.વિંઝુડાએ તેમને આધાર પરવાના વગર પોતાના કબ્જામાં દેશી હાથ બનાવટની પીસ્તોલ મેગેજીન વગરની કિ. રૂ. ર૦,૦૦૦/- ની રાખી જાહેરમાંથી મળી આવતા પકડી પડોલ છે.

કામગીરી કરનાર પો. એલસીબી એમ. એન. દવે પીએસઆઇ એન.એમ.ગઢવી તથા જમાદાર રામભાઇ ડાકી, રમેભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા સુરેશભાઇ નકુમ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઇ ચાંઉ, ગોવિંદ મકવાણા, કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, વિજય જેન્તીલાલ, રવિરાજ બારડ, કરશનભાઇ ઓડેદરા નાઓ રોકાયેલ હતા.