ગોંડલ : વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, કારમાં બેઠેલા 3 વ્યક્તિના સળગી જતા મોત

ગોંડલ રોડ પર બીલીયાળા પાટીયા પાસે સવારના સમયે કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનો સળગી ઉઠતા કારમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના પર પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ટ્રક સાથે અથડાયા બાદ આગ ફાટી નીકળતા કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી અને કારમાં બેઠેલા 3 મહિલાઓ બહાર પણ નીકળી ન શકી અને તેમનું મોત નીપજ્યું હતું.
ગોંડલના ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર
રેખાબા ભીખુભા જાડેજા ઉ.વ. 62
રસીકબા કિશોરસિંહ રાયજાદા ઉ.વ. 80
મુકુંદબા મહેશસિંહ રાયજાદા ઉ.વ. 45