બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદ ખાતે રામ નીધી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યુ છે ત્યારે આ રામ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશના હિન્દુ નાગરિકો દ્વારા પોતાનો ફાળો આપવામાં આવે અને દેશના હિન્દુ સમાજના દરેક લોકો પાસેથી ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે ફાળો સ્વીકારવામાં આવે તેવા હેતુથી આજ બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દેશમાં બની રહેલા અયોધ્યામાં રામ મંદિર સમગ્ર દેશમાં રહે અને કોઈને માલિકીનું ન થાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણી જળવાઈ રહે તેવા હેતુથી આ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી ફંડ એકઠું કરી રહ્યું છે ત્યારે બોટાદ ખાતે સંતો મહંતોની હાજરીમાં શ્રીરામ નિધિ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યાલય નો હેતુ એવો છે કે અયોધ્યામાં માં બનવા જઈ રહેલ રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર હિન્દુ શાંતિ બની રહે અને આસ્થા તથા ધાર્મિક લાગણી જળવાઈ રહે તેવા હેતુથી દરેક હિંદુના ઘેર જઈ ફાળો ઉઘરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે