શિક્ષક સમાજ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામમાં યોજાયેલ રક્તદાન કેમ્પ
કોરોના સમયને ધ્યાનમાં લઈને ગાંધીધામ લાયન્સ ક્લબ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ .શિક્ષણાધિકારી કચેરી ભુજ, પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ભુજ, લાયન્સ ક્લબ અને દ્રોણાચાર્ય ના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પ હાથ ધરાયેલ.જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. પ્રજાપતિ સાહેબ ના માર્ગદર્શન નીચે રક્તદાન કેમ્પનું આયોજન થયેલ. ગાંધીધામ લાયન્સ ક્લબ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં કુલ ૧૫૩ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. તારીખ 2/1/2021 ના સવારે નવથી બે વાગ્યા સુધીમાં ગાંધીધામના પ્રાથમિક શિક્ષકો,માધ્યમિક શિક્ષકો, ઉચ્ચ માધ્યમિક શિક્ષકો ,વિદ્યાર્થીઓ, વાલીઓ અને અધિકારી દ્વારા રક્તદાન થયું હતું.
લાયન્સ ક્લબ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પ ને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી જે .પી. પ્રજાપતિ સાહેબ, ઈ.આઇ વસંતભાઇ તરૈયા ,ટી.પી.ઓ કૃપાલી બેન એસ.વી.એસ કન્વીનર અબ્બાસી સાહેબ ,હિમાંશુભાઈ સીજુ ,દલપત ભાઈ સોલંકી , qdc કન્વીનરો, શાળાના આચાર્યશ્રીઓ, સી.આર.સી. બી.આર.સી કન્વીનરો ,શિક્ષકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.લાયન્સ ક્લબના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન થયેલ જેથી લાયન્સ ના પ્રમુખ મીતભાઈ સચદે, ધીરેનભાઈ મહેતા, હેમંત ભટ્ટ,વિનોદ મેઘાણી ,રાજેશભાઈ ,સંજીવ ભાર્ગવ લલિત ધનવાણી વગેરે હાજર રહ્યા હતા. રક્તદાન પૂર્વે તમામ રક્તદાતાઓ નું ડાયાબીટીસ ચેક કરવાની વ્યવસ્થા, તેમજ રક્તદાતા માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ હતી. તમામ રક્તદાતાઓને લાયન્સ ક્લબ તરફથી પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરપર્સન હર્ષાબેન મહેતા એકસેલસીયર મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ તરફથી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી..
આ રક્તદાન કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ.આઈ તરૈયા સાહેબે અને એસ.વી.એસ કન્વીનર અબ્બાસી સાહેબે પણ રક્તદાન કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગાંધીધામમાંથી 153 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું .આ આયોજનને સફળ બનાવવા માટે ગાંધીધામ બીટ નિરીક્ષક સથવારા સાહેબ તેમજ અબ્બાસી સાહેબ તેમજ તમામ કયુ.ડી.સી.કન્વીનરો, શાળાના તમામ આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો .જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર પ્રજાપતિ સાહેબ ના માર્ગદર્શન નીચે યોજાયેલ આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કૈલાસબેન ડી ચિત્રોડા કર્યું હતું .તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષાબેન મહેતા, નિખિલભાઇ, પ્રજ્ઞેશભાઈ દવે ,કટુવાભાઇ. અંજનાબેન મોદી SMC અદયક્ષ શ્યામ ભાઇ માતંગ વગેરેનો સહકાર મળ્યો હતો..