રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં રાહત જોવા મળી

corona

આખા દેશમાં જયારે કોરોનાકાળ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. બીજી તરફ મૃત્યુઆંકમાં રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 1 જ દર્દીનું સારવારમાં મોત નોંધાયું છે.ગઇકાલે 3 દર્દીઓના મોતમાં ડેથ ઓડીટ કમિટીએ રિપોર્ટ નીલ આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમોના ઘરે ઘરે સર્વેમાં તાવ, શરદી, ઉધરસના 86 વ્યકિતઓ મળી આવ્યા હતા. ધનવંતરી રથમાં 114 અને હેલ્થ વિભાગના હેલ્થ સેન્ટરોમાં 52 ઓપીડી કેસ નોંધાયા છે. 104 હેલ્પ લાઇનમાં 1 અને 108 હેલ્પ લાઇનમાં 34 કોલ્સ નોંધાયા હતાં. સરકારી અને ખાનગી હોસ્પીટલમાં 2306 બેડની વ્યવસ્થા છે.જિલ્લામાં 143 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે.

– મળતી માહિતી મુજબ