ભુજ શહેર તથા તાલુકાના ૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં ગાયત્રી મંદિર સામે ઉદય સોસાયટીમાં આવેલ નામદેવ
શંકરલાલ શર્માનું ઘર કુલ-૧ ઘરને તા.૧૭/૧ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે
મહાદેવ હીલ્સમાં આવેલ ધમેન્દ્ર ભરતભાઇ સુથારના ઘરથી સુરેશ કાનજીભાઇ મહેશ્વરીના ઘર સુધી કુલ-૩ ઘરને તા.૧૭/૧ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે મોટી શેરી વિસ્તારમાં આવેલ
ભાનુમતીબેન અરૂણકુમાર પરમારના ઘર સહિત જમણી બાજુ મોહનલાલ નરશીભાઇ રાઠોડના
ઘરથી ડાબી બાજુ દિલીપભાઇ ધીરજલાલ ટાંકના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૧૭/૧ સુધી, ભુજ
તાલુકાના કોટડા ઉગમણા ગામે ઉમીયાનગર વિસ્તારમાં આવેલ અમરતબેન વાલજી પરવાડીયાના ઘર સહિત જમણી બાજુ રતનશી દેવશી પરવડીયાના ઘરથી વિક્રમસિંહ શિવુભા જાડેજાના ઘર સુધી કુલ-૫ ઘરોને તા.૧૭/૧ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે ઉપલાવાસમાં આવેલ ઘનશ્યામ ગોપાલ ભોજાણીનું ઘર તથા બાજુમાં આવેલ ધનબાઇ કરસન ભોજાણીનું ઘર કુલ-૨ ઘરને તા.૧૭/૧ સુધી, ભુજ શહેરમાં વાણીયાવાડમાં ઘાટીયા શેરીમાં આવેલ કાર્તિક ભોગીભાઇ મહેતાના ઘરથી રાજન રમણીકભાઇ માણેકના ઘર સુધી કુલ-૨ ઘરોને તા.૧૮/૧ સુધી, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.