જામનગરનો યુવાન ટ્રકમાંથી લાકડા ઉતરતા સમયે માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજયું

જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતો દિપક ગોપાલભાઇ વાઘેલા-કોળી નામનો યુવાન હાપા રેલવે સ્ટેશન નજીકની સ્ટાર બેકરીની બાજુના ગોડાઉનમાં ટ્રકમાંથી લાકડા ઉતારતો હતો. ત્યારે લાકડુ માથે પડતા માથામાં ગંભીર ઇજા થતાં તેને પ્રથમ જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. દિપકભાઇ મજુરીકામ કરતા હતા. દિપકભાઇના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
-મળતી માહિતી મુજબ