આગામી તા.૨૦ થી ૨૨મી જાન્યુ. સુધી જિલ્લાના છ શહેરોમાં શટડાઉનના કારણે પાણીનો જથ્થો ઓછો મળશે

Water

૨૦મી જાન્યુઆરીથી ૨૨મી જાન્યુઆરી સુધી એન.સી.૩૦માં શટડાઉન જાહેર કરાતાં
કચ્છ તરફ પાણીનો જથ્થો ઓછો મળશે. જેના કારણે દરેક જીડબલ્યુએસના હેડવર્ક ઉપર તે
અનુસાર જથ્થો ઓછો મળશે. જેથી ભુજ, અંજાર, માંડવી, ભચાઉ, આદિપુર તથા ગાંધીધામ
શહેરને પણ આ સમય દરમ્યાન પાણીનો જથ્થો ઓછો પ્રાપ્ત થશે. દરેક કાર્યપાલક
ઈજનેરશ્રીએ પોતાના કાર્યક્ષેત્ર હેઠળના નગરપાલિકાના પ્રમુખ તથા સરપંચશ્રીને આ બાબતે
જાણ કરવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક્ષક ઈજનેરશ્રી અશોક
વનરાની યાદીમાં જણાવાયું છે.