નાના રેહામાં શિકારી ટોળકી ઝડપાઇ, 1 પકડાયો, 4 ફરાર

ભુજ તાલુકાના નાના રેહામાંથી વનવિભાગે શિકારી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને એક સગીરવયનો શંકાના દાયરામાં છે. અન્ય ચાર આરોપીઓ ફરાર છે. ગામ નજીકના જંગલ વિસ્તારમાં રાત્રે વન્ય જીવનો શિકાર કરતી ટોળકીની જાગૃત નાગરીકોને જાણ થતા બે જણાને પકડી પાડ્યા હતા. બીજી તરફ ચાર જણા અંધારામાં નાસી છૂટ્યા હતા.

આ મુદે વનવિભાગને જાણ કરતા આરએફઓ કે.બી.ભરવાડ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હમતી. આરએફઓ કે.બી.ભરવાડે જણાવ્યું હતું કે, ભુજના રહેવાસી 19 વર્ષિય ઇમ્તિયાઝ મેમણ નામના અેક આરોપીને ઝડપી લેવાયો છે. જ્યારે અન્ય એક સગીરવયનો શંકાના દાયરામાં છે. અન્ય ચાર આરોપીઓ ફરાર છે, જે હાથવેંતમાં છે. શિકારીઓ વિરુદ્ધ વનવિભાગે વન્યજીવ અધિનિયમન 1972ની દસ કલમો તળે શિકાર સહિત ગંભીર ગુન્હાઓ નોંધ્યા છે. ત્યારે વધુ આરોપીઓ ઝડપાશે ત્યારે વધુ ખુલાસા થશે તેવું જાણવા મળ્યું હતું.