માધાપર ની ગોકુલધામ-2 સોસાયટીમાં ગત રાત્રીના સમયમાં પાંચ ઘરના તાળા તૂટ્યા

જાણવા મળતી વિગતો મુજબ માધાપર ની ગોકુલધામ-2 સોસાયટીમાં ગત રાત્રીના સમયમાં પાંચ ઘરના તાળા તૂટ્યા નો બનાવ સામે આવ્યો છે.અગાઉ પણ ચાર પાંચ મહિના પહેલા ૧૧ મકાન ના તાળા અને ૨ મહિના પહેલા બે મકાન ના તાળા તૂટ્યા ના બનાવ બની ચૂક્યા છે.આ વિસ્તારમાં અવારનવાર તસ્કરો દ્વારા ચોરી કરવાના બનાવ સામે આવી રહ્યા છે તો ત્યાના રહવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા ખાસ પેટ્રોલીંગ કરવામાં આવે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલા લેવામાં આવે.રિપોર્ટ બાય તેજસ પરમાર ભુજ